મારી લાડકવાઇઓ

મન ના ભાવો ને વ્યક્ત કરવા ઘણાં માધ્યમ છે…..
જેવો ભાવ એવુ માધ્યમ……. હર્ષ,દુઃખ,આનંદ,શોક,ક્રોધ,ઉમંગ,પ્રેમ,દગો,
ક્રૂરતા,ઇર્ષા,……
નાચીને,કુદીને, રડીને ,લડીને ,રાડોપાડીને, ઊંઘીને ,ખાઇ ખાઇને ,બબડીને, લાતો મારીને, ગીતો ગાઇને,રાગડા તાણી ને…કેટલાક પીને(?)…
મેં વ્યક્ત કરી છે…
મારી લાગણીઓ..મારી લાડકવાઈઓ..મારી જીવાદોરી
..મારી આશાઓ…
મારી આરાધ્યા …અને મારી માહી …
ના વહાલ ને ચિત્રમા ઉતાર્યુ છે…
એક ફોન કરી ને કહે…નાની હું તને બહુ મિસ કરુ છુ..તારી બહુ યાદ આવે..
બીજી પરદેશ મા બેઠી આખા ગામ ને કહેતી ફરે મારી દાદી પાસે ઇન્ડીયા જવુ છે..મને રીક્ષા મા ફરવા લઇ જશે..
મારી મોંઘી જણશો આજે ચિત્ર માં ઉતરી ગઇ…

Caption pls…..

ભુમિ તરસે

મેઘો ના વરસે

તાત શું કરશે

 

🔶🔷🔶🔷🔶🔷

તુ વરસ

તો છીપે તરસ

ઉગે સરસ.

મારી મા ‘ચંદ્રીકા’

FB_IMG_1494719933073મા,તું છે મારા અસ્તિતત્વની કડી,
પ્રભુના દરબારની એવી અનેરી પરી,
લઇને આવી આંખો અમી થી ભરી,
તારા જ સાનિધ્યે જીવન રહયુ સરી,
ઘર,કુટુંબ,સ્વજનો ને લાગણી ધરી ધરી,
પારકા ને ય પોતાના કરતી કરતી ફરી,
પળે પળ અમ સુખ ની તેં ચિંતા કરી,
ઉજાળયુ જીવતર ને તું વહેતી જ રહી,
ના રાવ, ના ફરીયાદ,વહી નરી નરી,
ચંદ્રની” ચંદ્રીકા”  થઇ “અશ્વિન “ને વરી,
મા,તુ તું તો અમારી સહુ ની જીવાદોરી.
સંગીતા કોઠારી દેસાઇ

જંગલનો સાદ

જંગલની કેડીઓ મને બોલાવે,
જંગલના વૃક્ષો મને સહેલાવે,
પશુ,પંખી,ઝાડવાં મને સાદ કરે,
ઝરણાં ને ટેકરીઓ મને નાદ કરે..
આવ મારે ખોળે,
બેસ મારી ગોદમાં બે ઘડી,
સાંભળ અમારી વ્યથા ને
સાંભળ અમારી કથા,
બોલાવ પાછા આ તારા માનવોને
મારે અમને,કાપે અમને ,ચીરે અમને,
ભડભડતી આગે સળગાવે અમને,
નહી સહેવાય હવે આ અવહેલના,
નિરાશ,હતાશ, ને લાચાર અમે,
કરીશુ સઘળાં આપઘાત અમે.PicsArt_05-10-05.44.51

શ્રી ભુપેન્દ્સિંહ રાઓલ ના લેખ ના અનુસંધાન માં

“અખંડ સૌભાગ્યવતિ” આશીર્વાદ માંડવામાં  મને પણ ચારજણી ઓ કાન મા દઇ ગઇ હતી..ત્યારે હું પણ ગદ્ ગદ્ હતી..

મારા કમનસીબે ફળ્યા નહીં.એ કમનસીબી ને સદ્ નસીબી મા ફેરવવા અસહ્ય સંધર્ષ વેઠવો પડયો છે..એકલી સ્ત્રી જ જીવી શકે  એકલો પુરુષ નહીં…સદંતર ખોટુ કારણ કે એ જે સ્ત્રીએ ભોગવ્યુ હોય તે જ કહી શકે..ગમે તેટલી શિક્ષિત હોય સમાજ ના ,સંસારના જે હથોડા ખાવા પડે તે કળ ના વળે તેવા હોય.મેણાટોણા,દગાબાજી,અવગણના,છેતરામણી,આર્થિક સંકટ,સંયુકતકુટુંબ,બાળકોનો ઉછેર આવી વિકરાળ સમસ્યાઓ સામે ઝઝુમવાનુ હોય!!ઉઘરાણી વઘી જાય,લોકો ચાબખા મારતા જાય’અલી ,તને આવુ ના કરાય!

નમાયેલા,દબાયેલા રહેવાનુ,ખુલ્લા અવાજે ગાઈ પણ ના શકાય,ગમે તેટલી ઉંમર હોય બસ મંદિર માં જતા રહેવાનું,સફેદ કપડા પહેરવાના(કેમકે દાનત બગડે) ,મોટે થી ઠહાકા મારી ને હસવાનુ નહીં,આવા ઘણા ઘણા ફટકાઓ મા જીવવાનુ…હું તો 40 ની જ હતી ને મારા અરમાનો નંદવાઇ ગયા હતા.ખેર હું તો ઘણુ બધુ હજુ કહી શકુ છુ.પણ  એક વાત કે કોઇ અજ્ઞાત સંકેતો અને પ્રેરણા ને લઇ મે મારા જીવનમા આ અંધારા ને છવાવા ના દીધુ.સામાન્ય જીવન જીવવાનુ  નકકી કરી લીધુ.

ખાવુ,પીવુ,નાચવુ,ગાવુ,ફરવુ સામાન્ય જ રાખ્યુ.સામાજીક પ્રહારો,બદનામી,અવહેલનાઓ ખમતી ગઇ અને મેં મારા બાળકો ને ઉછેર્યા ,ખુશ રહી ખુશ રાખતી ગઇ,લો આજે નંદનમહેલ બની ગયુ છે .દિકરો દિકરી જમાઈ વહુ મારા ચાર સ્તંભ છે.બે લાડકી  આંખો છે.આજે ઘણો આદર સમાજ મા છે.મારા જેવી કેટલીય ગંગાઓ મને પ્રેરણારુપ માને છે.છતાય હજુ કેટલાક ચોખલીયાઓ ને ખટકતુ હશે જ પણ ભાડ મા જાય..

જીવન બહુ કપરુ છે.પણ ઝઝુમો તો નંદનવન પણ બને જ😊😊😊

FB_IMG_1487731741832મારુ આ હાસ્ય અને ખુશી ને ટકાવી રાખવા ઘણો સંઘષઁ વેઠયો છે.પણ ભગવાન ની કૃપા અને સહુ ના સાથ થી આ જીવન મા ખુશી ની પળો ને માણી રહી છૂં..બાકી હજુ પણ કયાંક પત્થરો  કયાંક કાંટા વાગ્યા કરે છે પણ ઈશ્વર સત્ય ને ગળે લગાડે જ છે.. પ઼ભૂ નો પાડ માનૂ છુ મારા આંઞણે ગંગા (માહી )અને જમના (આરાઘ્યા) વહેવડાવી દીધી છે એમા ડુબકીઓ મારુ છું.ન કરેલ ગુના ની સજા ઘણી ભોગવી છે.પણ આખરે સત્ય જ સાથ આપે છે.આભાર મારા F B friends.. મારા હિતેચ્છુઓ..મારા કેટલાક  લોહી ના સગા..કેટલીક રડુ ત્યારે ખભો ધરતી સખીઓ..કેટલાક વડીલો..અને કેટલાક પડદા પાછળ ના શુભેચ્છકો.નો…અને કેટલાક બળેલા જનો જે મારા ઘોડા ના બદલે બીજા ના ગધેડા ને વખાણી તળીયા ચાટતા મસ્કાબાજો  નો પણ આભાર..સવેઁ ને નમસ્કાર..

સ્વગઁસ્થની બધી જ ઇચ્છાઓ ને સાકાર કરી છે..તેમના પણ આશીવાઁદ..અંતે પ઼ભુ ના અથાગ આશીઁવાદ..👐

Be who you really are. – If you’re lucky enough to have something that makes you different from everybody else, don’t change. Uniqueness is priceless. In this crazy world that’s trying to make you like everyone else, find the courage to keep being your awesome self. And when they laugh at you for being different, laugh back at them for being the same. It takes a lot of courage to stand alone, but it’s worth it. Being YOU is worth it!…

IMG-20170309-WA0018
“Yes I m unique”

એવો ઘણીવાર અહેસાસ કર્યો છે,  હું ઘણીવાર બધાથી અલગ પડતી હોઉ છું એટલે મારા માં કોઇક તો ફરક છે જ એ નકકી છે…ઘણી વાર ઘણાં ની આંખોમાં ખટકી જઉ છું..જોઇને હસી પડુ છું અને  લેટ ગો…કેટલાક મને નથી સહન કરી શકતા પણ હું તો હું જ છુ..ડર વગર મારી અસલીયત માં જ જીવુ છુ.કોઇ નો ડર રાખ્યા વગર.જીવન ની આંટીધુંટી મા ભેરવાઉ ત્યારે નિખાલસ,સાફ ભાવનાવાળા લોકો નો સહારો ઉગારી લે છે..આપણી નિયત,આપણી નિખાલસતા બુમરેંગ થતી જ હોય છે(Not Down)જેની નિયતમા ખોટ નથી એવા જ મારી સામે હસી શકે!!બોલી શકે!!બાકી ડરપોક અને બળતા જીવડા દુર જ રહે…ખેર હિંમત થી એકલા રહો તેના જેવુ બીજુ કયુ સુખ હોય?

Pangot.Sattal..birding tour

ફાગણમા ફોરમતા કેસુડા,શિમળાને હવે ગરમાળો જોઈ ને મન  આનંદિત થઇ જાય છે.ગોરા ચામડા મા અભિમાન કરતા માનવીઓ કુદરતની અદ્ભુત સુંદરતા ને જોવા ની શક્તિ ગુમાવી ચુકયા છે.દિવાનખંડના ફલાવરવાઝમા કુત્રિમફુલો મુકી ને ખુશ થાય..10×10ના પાંજરામા રુપાળા લવબર્ડઝ ને પુરી સુંદરતા માણતા લોકોની દયા આવે છે..

પંગોટ અને સાતતાલ(નૈનિતાલ)ની પક્ષીઓ ની દુનિયા જોયા પછી અદ્ભુત આનંદની અનુભુતિ કરી છે.. ધુળેટી ની એ સાંજ કયારેય ના ભુલાય..કુદરતી રંગોથી એકદમ રુપાળા ચહેકતા,કલરવતા જાતજાતના પંખીઓ ને દાણા ખાતા જોઇ મન તરબતર થઈ ગયુ હતુ..મનોરમ્ય પંખીઓ ના ઝુંડ થી વાતાવરણ  ગજબ લાગતુ હતુ..આંખોમાંથી આનંદના આંસુ આવી ગયા હતા..આ અનુભુતિ થી ગદ્ ગદ્ થઇ હતી.નીચે

કેટલાક પક્ષીઓના બીજાઓ દ્વારા લેવાયેલા ફોટા છે

..અને અમારો ગાઇડ ‘રાહુલ સિંઘ’ જેની આંખો બાયનોકયુલર જેવી ..ગમેત્યાં થી શોધી ને બતાવી દે

શરુઆત જ ‘કોકલાસ’ થી થઇ..

એકવાર તો આ અનુભવ લેવા જેવો ખરો…હાં ફોટા જોઈને દોડી ના જવાય..નૈનિતાલ પક્ષીઓ જોવા

આ કામ સહેલુ નથી..આના માટે તિક્ષ્ણ નજર,ધીરજ,સહનશક્તિ,ચપળતા,ઉત્કંઠા અને શોખ જોઇએ..મારી બે દોસ્ત પણ ગજબ ની છે..શબ્દો નથી પણ સાથે રહીને આ પહાડીયો મા સાત આઠ કી .મી ના ચઢાવ ઉતાર ,ભુખ તરસ વેઠી લેવાની તાકાત હોય તો આ સ્વર્ગીય આનંદ ની અનુભુતિ અવશ્ય થાય.1489714918534