મજા નું એકાંત

મને ગમે મારુ આ એકાંત મજાનું
તારી હાજરી લઇ  ને આવે આ મૌન
ને રોમે રોમ સળવળી ઉઠે તારી યાદો
ધગધગતા લોહી માં તપે આ શમણાં
પાંપણ ને ઝરુખે ઝળહળે તારી તસ્વીર

રગે રગ માં ઉછળે તારી એ હસ્તિ
ભણકારા વાગે ને  પડછાયા ચમકે
પરદા,ચાર દિવાલો અને ત્રણ પાંખિયા
અવિસ્મરણીય પળો ના સાક્ષી બને
મને સતત તારા તરફ લઇ આવે તેથી જ
મને ગમે મારુ આ એકાંત મજાનું

Standard

Leave a comment