મારી વહાલી

20171208_142310.jpgદુનિયામાં સૌથી વધુ મારા હાસ્ય ને મહેકતુ રાખતી,
હર પળ હૃદય ના ખુણે બેસી ને મારા કરમ ધરમને જગાડતી,
પળેપળ સભાનપણે સંગાથી બની
મારા આતમને ઢંઢોળતી,
સદાય હૈયૈ વલવલતી , ન કોઈ આશા ,
ન કોઈ અપેક્ષા રાખતી ,
મારા આનંદ ને અને મારી ખુશીઓને
અનરાધાર જીવંત રાખતી,
મા છે કે જન્નત થી ઉતરી આવેલી
દયાની ,હેત ની મુરતી!

મા તુ એક પળ મારા તનમનથી ખસી નથી,હજારો માઇલ ભલે દુર આવી,
ચાર સમંદર પાર ભલે પણ નજરમાં
સતત છવાયેલી, તને વ્હાલ થી ભેટવા
મારું મનડું ઝંખે,તારા માથે હાથ ફેરવવા
દલડુ તડપે…
મા તને પ્રણામ😍

Advertisements
Standard

અંતિમ યાત્રા

“અંતિમ યાત્રા”

બુઠ્ઠી લાગણીઓ અને મરી પરવારેલી સંવેદનાઓ ને ધરબી દઇને જીવતા લોકોએ અપંગ હ્રદય અને કટાયેલા મન લઇ ને જીવવાનુ જે રીતે શીખી લીધુ છે એ જોતા હવે માણસ ને માણસ નહીં પાણો કહેવાનું વધુ યોગ્ય લેખાશે,મૃત્યુ જેવી સંવેદનશીલ ઘટના ને પણ રમત અને મજાક માં લઇ એનો મલાજો ગુમાવી દિધો છે.
નાનપણ માં ખુબ જ નજીકથી ,કુતુહલતાથી નનામી બાંધવાની ને બીજી બધી….મૃત્યુ ની વિધી ને જોઇ છે.
20 -25 જેટલી સ્ત્રીઓ ને છાતી કુટી ને લાલઘુમ કરતી અને મરશીયા ગાતી સાંભળી છે.આખુ કુટુંબ અને ગામ નો એક એક માણસ હાજર થઇ જાય,ફળીયુ ચિકકાર થઇ જાય,પછી બધી ભેગી થઇ તળાવે ડુબકીઓ મારી મારી સંતાપ ઓછો કરે.એ જ દિવસ થી આખુ કુટુંબ એ જ ઘર માં ભેગુ થઇ જાય.દુઃખી સ્વજનો ને હુંફ,દિલાસો,સધિયારો આપે,મનાવે,ખવડાવે પછી ધરે જાય.આજુબાજુ માં થી જમવાનું પણ આવી જાય( હવે તો એનો ય ઓર્ડર આપી ને મંગાવે છે)(રે કમભાગીયા).આખુ વરસ પડખે રહી ને
સાદગી ,સંયમ,સ્નેહ થી સધિયારો આપે.
મરણના પંદર દિવસ કથા વંચાય,બારમે ગાયને પુંછડે પાણી પૈસો દેવાય,દાન ધરમ થાય,છાર દેવાય.
વાર તહેવારે સગા ,પાડોશી ખાવા નું મુકતા રહે.આવું તો હજુ ઘણું થતું….
હવે આજની વાત…દેહ માં થી જીવ ગયો નથી કે કાઢો કાઢો કરી મુકે,સ્મશાન લઇ જવાના સમયે જ આવે.
અડધા કલાકમાં તો દેહ એમબ્યુલન્સ માં મુકાઇ જાય.
50 ની ગતિ એ સ્મશાને પહોંચી જાય,દેહ ને ચેહ આપી નથી કે ઓફીસ ,ધંધે વળગી જાય.ચિતા પાસે માત્ર આઠ દસ હાજર હોય.(ઉંચકવાની તો વાત જ ના આવે .ડાઘુઓ જે હવે મને લાગે છે ભાડે થી લાવવા પડશે)
એક દિવસ નો મંડપ બાંધી,ભજન મંડળી બેસાડી બેસણા ની વિધી પુરી કરી નંખાય,લોકો ટોળા બંધ આવે,અડધો કલાક બેસે,વાતો કરે ને ચાલતી પકડે,(લાગણીહિનતા)
મૃત્યુ ની ગરીમાને આજે સમાજે ભુલાવી દીધી છે.
આ છે આજ ની આપણી ‘અંતિમ યાત્રા’ ની કહાની..
હજુ આવી રહેલા દિવસો માં શું પરિસ્થિતી થશે ????
નો કોમેન્ટ…..

કેટલાક પરિવર્તન આવકાર્ય છે જ.
પણ ખેટલાક હજુ જરુરી છે.
અત્યારે તો મારી વાત “સંવેદનહિનતા “છે.

તમને કંઇ કહેવુ હોય કોમેન્ટમાં લખી શકો છો.

Standard