સારાપણું સારું કે ખારું

IMG_20180523_052822_DRO⚘⚘    સારાપણું   ⚘⚘

પહેલા તો સારાપણું કોને કહીશું. સારા વિચારો કે સારું વર્તન કે પછી સારા ભાવ.સારું એટલે  ખોટું નહીં એવું, ખરાબ ન હોય તેવું. સારું કયારેક કેટલાક માટે સારું હોય એ જ સમય કે સંજોગો કેટલાક માટે સમસ્યા પણ હોય.તો પછી શું  સારું શું?

સારાપણું દરેક માં હોય છે જ .પણ એ બધાં જ નથી જીરવી શકતા નથી દાખવી શકતા.એક તો મુળમાં સંસ્કાર નથી હોતા અથવા તો પરિસ્થિતિ અને સંજોગો એવા આવે કે બધું જ ચુકી જવાય છેવટે બધું જ તહસનહસ થઇ જાય.રોજબરોજ  ના જીવનમાં સહારો કે કોઇ ઉપર આધાર રાખવો જ પડે ત્યારે કોઇનું નઠારાપણું આપણને દઝાડી  જાય છે. આવા સંજોગો માં આપણે ઝઘડા કરી લઇએ,ખરાબ શબ્દો  બોલી લઇએ ને બાજી બગાડી દઇએ છીએ.આખરે ઉભય પક્ષે નુકશાન જ ને!એટલે એ તો નકકી જ કે ખરાબ થવા કરતા સારા બનવું જ ઉત્તમ છે. સારું કરીશું તો સારું પામીશું એ પણ સત્ય છે.કારણકે જેવું કરીશું એવું જ પામીશું. ઘણીવાર ખબર નથી પડતી કે ખોટું થઇ ગયું છે.સમય વહી ગયા પછી ભાન આવે કે અરે રે આ તો  મારાથી ખોટું થઇ ગયું.  આસ્તિક હો કે નાસ્તિક હો કોઇ ક તો એવું તત્વ છે  જ કે એની નજરમાં થી કોઇ છટકી નથી શકતું. કોઇક નું ભલું કરીશું તો તારું ભલું થશે એવું અનુભવી ગલઢેરાઓ કહેતા જ હોય છે આપણે એમને અવગણીએ છીએ.”કર ભલા હોગા ભલા” એ ખુબ જાણીતી કહેવત છે.ભલું કરીએ ત્યાર પછી તમારા અંતરમાં ઝાંખજો કેટલી સરસ અનુભૂતિ થશે.મન ખુશ થશ તો તન પણ ખુશ રહેશે એનો સીધો પ્રભાવ આપણાં રોજીંદા જીવન ઉપર પડશે.એનો ફરક પણ મહેસુસ થશે.સારાપણું પણ વયક્તિ જોઇને ના દાખવશો .કેટલીકવાર સમવિષમ કરવું પડે પણ આપણે  સારાઇ નહીં છોડવી.એવું પણ ના વિચારવું કે આ મારું સારું કરશે કે તો નકામો માણસ છે એ એના નસીબ ઉપર છોડવું. આપણે આપણું કર્તવ્ય કર્યે રાખવું.

ચાલો આ તો ખુબ સરસ વાત થઇ પણ દરેક વાત ના બે પાસા હોય છે.ઘણાં કિસ્સા માં એવું પણ બને છે કે સતત સારાપણું દાખવવા જતાં સામે ના પક્ષે આપણી કિંમત નથી રહેતી,કદર નથી રહેતી અને આપણી આ ભલમનસાઇ ને આપણી નબળાઇ ગણી લે છે અને સતત અપેક્ષિત રહે છે.જરાક ભુલ થઈ તો બધું જ બગાડી નાંખે છે.એટલે આ વાત પણ એટલી જ ધ્યાનમાં લેવી.સમય આવે તો છોડી દેવું પણ આપણી સાલસતા નો લાભ ના લે એ આપણે જ જોતા રહેવું. કયારેક તો એની કદર થશે જ,કયારેક તો એની કિંમત સમજાશે જ ત્યારે આપણે ઉંચા જ હોઈશું એની નજરમાં અને આપણે આપણી નજરમાં…

कर भला होगा भला।

સંગીતા કોઠારી દેસાઈ 😊

Advertisements
Standard

કેટલાક લોકો પોતાની જાતને એટલા ચાલાક સમજતા હોય છે અને એમને એવુ લાગે કે ચાલો સામેવાળા ને સારુ લાગે તેવુ કહી દીધુ,પણ ખબર નહીં મને તો ગોડ ગીફટ છે , હું તો બહુ જલદી જાણી લઉ છુ કે એ આપણો છે કે બીજાનો.જાણતા હોવા છતા નજરઅંદાજ કરી લઉ છુ . ઘણા લોકો લુચ્ચા,બળેલા, ,ઇર્ષાળુ હોય છે જે પોતે એવુ માને છે કે આપણે મુરખ છીએ!!!
ના બોસ એ તો આપણે ય હસી લેવુ પડે કારણ કે એ બધે જાળ પાથરી ને બેસી ગયેલા હોય,તાકાત હોય કે ના હોય.અધુરા જ્ઞાન ને જયાં ત્યાં છલકાવતા ફરતા હોય .ઘણી વાર સારી ક્ષમતા ધરાવતા લોકો ને કપટથી દુર રાખતા હોય છે.પોતાને હાજી ,સરજી કહે તેવાઓ ને બગલમાં લઇ ને ફરતા રહે છે.
સ્માર્ટ છીએ એવી એક પરિસ્થીતિ ઉભી કરવામા સફળ થઇ જાય છે.
સાલસ સ્વભાવ ઘણી બધી વાર નડી જાય છે.સાચ્ચા હોવા છતા જવા દો ની ભાવના ને નબળાઇ માં ખપાવી દેવાય છે.એટલે જ વગર વાંકે પણ અપરાધી હોઇએ એવુ જતાવી જતા હોય છે.કેટલીય વાર સમસમી જવાય ને વિદ્રોહ કરવાનુ મન થઇ જાય પણ ના ,અંદર
ની સમજદારી બધુ દબાવી દે છે આ દબાણ બે રીતે બહાર આવે ,કાં તો સર્જન કાં તો વિનાશ.
સમજદારી હોય તો સર્જન થાય નહીં તો ગર્તા.
એકંદરે મન ને સમજાવી ને ધીરજથી વાળી લેવુ પડે તો જગત જીવવા જેવુ લાગે.નહીં તો પછી નરક ભોગવવાનુ.
હા આ વાતનો સાર એટલો જ કે જો સારા હોઇએ તો સરવાળે બધુ જ સારુ થાય.ઇશ્વર કે અજ્ઞાત બંન્ને ની કૃપા રહે.સારા ને સારુ મળી રહે,દેખાતુ કે ઢંકાયેલુ!!!
આપણે કેટલા બધા સમાજલક્ષી છીએ કે સારા ને સારુ કહેતા ડર લાગે છે , લોગ કયા કહેંગે?આપણી સારપ લોકો ના કારણે શા માટે દબાવી દેવી?સારા ને સારુ કહેવા જેટલી હિંમત હશે તો જીવન પણ સરળ બની રહેશે.
કોઇ ના વિચારો ને ફુટબોલની જેમ ફંગોળો નહીં,
બીજા પાછા મસાલો ભરી ને ત્રીજા ને લાત મારે,કેટલુ ખરાબ કૃત્ય!!!
જરા જેટલો પણ વિચાર નથી કરતા કે સામેવાળી વ્યક્તિ ને કેટલો ઘા માર્યો?કોઇ નું ભલુ ના થાય તો ઠીક પણ કોઇનુ ખરાબ તો ના કરો ભલા…
ઓહ ..આપણે બંદા બહુ નસીબદાર છીએ આ સાલસતા ,નિષ્કપટતા,જાને દો ની ભાવના ને કારણે પોતાના કહી શકાય,સાંત્વન મળી શકે તેવા સંબંધો ને સુંદર રુપ આપ્યુ છે.
મધુબન ખુશ્બુ દેતા હૈ…સાગર સાવન દેતા હૈ.

Standard