થનગાટ

મોર બની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે..
સ્ત્રી ની જાત એટલે જ તાલ નો થિરકાટ.ચાર પાંચ વરસની હતી ને ઘર ની સામે શેરી માં ગરબા થતા..મને યાદ છે ત્યાર થી લઇ સતત 32 વરસ સુધી તબલા ના પહેલા થાપ થી છેલ્લે ચલતી સુધી દોડતી…અનહ્દ આનંદ થતો,શરીર હળવુ ફુલ થઇ જતુ..
ગરબો રોમ રોમ મા છવાઇ જતો નાચતા નાચતા મેડીટેશન થઇ જતુ,આખી રાત જાણે થોડા જ સમય માં પુરી થઇ જતી..
આજકાલ લગ્નો ની સિઝન ચાલે .અમારા વિસ્તાર મા આદિવાસી ભાઇઓ બહેનો ધોમધખતા તડકામાં પણ જે લયબધ્ધ નાચે જોતા રહી જવાય.હજુ આજે ય કયાંક ઢોલ વાગે કે પગ થિરકી જાય. સ્થિર શરીર પણ મગજની નશો ને એક એક નાડી દોડતી થઇ જાય..
બીજુ કે ઘણા બધા લોકો જે સીધાસાદા નિરસ દેખાતા હોય તે લોકો પણ મર્યાદિત વર્તુળમા એવા નાચે કે એમ થઇ જાય આ કેટલુ દબાવી દેતા હશે.ને પછી એવા હળવા ફુલ થઇ જાય.પણ કોઇ શુ કહેશે?અને શરમ બેમા બધુ ગુમાવે..ભલે આપણે તો બંદા ઘર મા એકલા પણ …ધિનક ધિનક ધિન ધા……🎼🎤🎛🎶♫થનગાટ

Advertisements
Standard

I m .😊👩

Be who you really are. – If you’re lucky enough to have something that makes you different from everybody else, don’t change. Uniqueness is priceless. In this crazy world that’s trying to make you like everyone else, find the courage to keep being your awesome self. And when they laugh at you for being different, laugh back at them for being the same. It takes a lot of courage to stand alone, but it’s worth it. Being YOU is worth it!…
એવો ઘણીવાર અહેસાસ કર્યો છે, હું ઘણીવાર બધાથી અલગ પડતી હોઉ છું એટલે મારા માં કોઇક તો ફરક છે જ એ નકકી છે…ઘણી વાર ઘણાં ની આંખોમાં ખટકી જઉ છું..જોઇને હસી પડુ છું અને લેટ ગો…કેટલાક મને નથી સહન કરી શકતા પણ હું તો હું જ છુ..ડર વગર મારી અસલીયત માં જ જીવુ છુ.કોઇ નો ડર રાખ્યા વગર.જીવન ની આંટીધુંટી મા ભેરવાઉ ત્યારે નિખાલસ,સાફ ભાવનાવાળા લોકો નો સહારો ઉગારી લે છે..આપણી નિયત,આપણી નિખાલસતા બુમરેંગ થતી જ હોય છે(Not Down)જેની નિયતમાં ખોટ નથી એવા જ મારી સામે હસી શકે!!બોલી શકે!!બાકી ડરપોક અને બળતા જીવડા દુર જ રહે…ખેર હિંમત થી એકલા રહો તેના જેવુ બીજુ કયું સુખ હોય?20151124_145806.jpg

Standard

મારો દિકરો લાડકવાયો

મારા રોમ રોમમાં “ઉત્સવ” ઉજવાય..આજ
💖❤💛💜💙💚💗

મારા તાજનો કોહીનૂર ♔♔♔♔♔♔
મારો ફુલોનો બગીચો 🌹🏵🌻🌺
મારા હાસ્ય નો ફુવારો 😅😃😁😁
મારા ઘરનો સંગીત નો સૂર🎵🎹🎼🎤
મારા આકાશનો સુરજ🌞🌞🌞🌞
મારી રાત્રિ નો ચાંદો🌙🌙🌛🌜🌝
મારી નિંદ્રા ને મીઠી બનાવનાર 🛌🛌🛌
મારી ચિંતાઓ ઉપાડનાર💰💰💰 💲
મારા ઘરનો ઘરદિવડો 🔥 🔥🔥🔥
ભરપુર જીવો..તંદુરસ્ત જીવો..ખિલતા રહો..
જનમદિન મુબારક બેટા

Standard

Award “karmshil”

.I am greatly humbled and honored to be receiving “Karmshil” award from Education society. I would like to thank the Education society for recognizing my work and giving me this honor. These moments have made me feel so proud and provided the sense of satisfaction towards my work.
31 years of service has given me so many opportunities to show my work, my skills and my talent. I would also like to thank all my colleagues and my students. You have made me who I am today professionally.
There is nothing more I can ask for. While awards are wonderful to receive, just knowing that you have helped many students in their educational journey is truly reward enough.
I am sharing these proud moments with you all….Be positive, keep smiling and never give up …

Standard

ઘણું જીવો..પાપા

ત્યાંસી વર્ષ મારી પડખે અડીખમ ઉભા રહી
સધિયારો આપ્યો. આંગળી પકડી ને ચાલતી કરી
ને કોટનના લેંઘામાં હવા ભરીને ફુલાવીને તળાવમાં તરતા શિખવાડયુ.રોજ રાતે આંગણામાં બાજોઠ ઉપર બેસાડી પંપાળતા જાય,મમ્મી વાટકીમાં દુધ લાવી ને પિવડાવે, અને ભાઈભાંડુ્ ને ગવડાવતા જાય,
“કાળી ધોળી રાતી ગાય,પીએ પાણી ચરવા જાય”
આંગણે ઉભેલા કુરકુરિયા અને બકરીના બચ્ચા ને લઇ હાથમાં આપે,મા ગરમ ગરમ રોટલી લાવે ગાય કુતરા ને ખવડાવતા શિખવાડે.અક્ષરો વાંકાચુકા આવે તો ચુંટી ખણી ને સીધા કરાવડાવે.સાયકલ ચલાવતા શિખવાડી.મારી મા પણ અડીખમ સાથે રહીને અમને જે રીતે ઘડ્યા! દરેક જન્મે આ મા-બાપ મળે એ જ અભ્યર્થના, પ્રભુ ને પ્રાર્થના .
નમ્ર,પ્રેમાળ, લાગણીશીલ,ભાવુક,દયાળુ…..
આવી મા હજારો લાખોમાં એક…
જનમદિન મુબારક હો…પપ્પા અને મમ્મી
આ જ તંદુરસ્તી બરકરાર રહે. આમ જ વહાલનો દરિયો વરસતો રહે..આપની છત્રછાયામાં હુંફ પામીએ.

Standard

જનમદિવસ

હે પ્રભુ…
તારી કૃપા આમ જ વરસતી રહે.
તારી રહેમ નજર વિસ્તરતી રહે.
જે જીવું એ સરળ વહેતું જ રહે.
ખીલેલુ નંદનવન સમુ મહેકતું રહે.
તારા પાવન ચરણોમાં નમતું રહે.
જીવન તારા નેહમાં નીતરતું રહે.
સહુની સેવામાં સરકતુ હસતું રહે.
જનમ નું વરસ ભલે બદલાતુ રહે.
તારા જ સાનિધ્યમાં મરકતુ રહે.
મુજ આયખું તારે ચરણોમાં હરિ….20181020_203913

Standard