પાલનહારા

IMG_20180619_015346_577તમારા ઉંચા થયેલા હાથ હજુ સુધી વરસી રહયા છે, એટલે જ આ દિવસો ને હસતા હસતા માણું છુ.તમારી આંગળીઓ પકડી ને જ તો દુનિયા મા બધે રખડી છુ,ઘડાઇ છુ. તમારી કામ કરવાની ચોકસાઇ ની તોલે હજુ સુધી કોઇ જ નથી આવ્યુ.સુંદર મરોડદાર અક્ષરો,શાક ના કે ફળો ના જાણે માપી ને કાપેલા ટુકડા,ખાવા ના શોખીન,પથારી ઉપર સળ વગરની પાથરેલી ચાદર ,ટ્રક ની ડ્રાઇવરી,ફળિયાના દરેક બાળકો ના તમારો કડપ અને ગામ આખા ના અશ્વિનમામા ……
મારા પાપા તમારી તંદુરસ્તી આવી જ બરકરાર રહે😍
❤❤❤

Advertisements
Standard

હું દેવ હું ઈશ્વર

હું દેવ …હું ઇશ્વર,
હું વસતોતો ધરા ના કણેકણમાં
હું મહેંકતો ફળફુલોના બાગમાં
હું ફરકતો ઘેરી ઘેરી ડાળોઓમાં
હું પેમરતો મીઠીમીઠી વાડીઓમાં
હું વહેતોતો છલકતી નદીઓમાં
હું ઉભરાતો ડુંગરા ને પહાડોમાં
હું ઉછરતો ઘટાટોપ જંગલમાં
હું વિહરતો હૈયે ને
આભલિયે
હું હસતોતો પળે પળ માં
હે માનવ તારી રગેરગમા
રહેતો હતો તારી કોખમાં
મહાલતો હૈયામહેલમાં
હું વિસરાયો આ જગમાં
કયાં જાઉ હું ને કયાં રહું
નથી તારી કોખમાં શાંતિ
કે નથી સ્થાન તારા હૈયે
મન મસ્તિષ્કે છવાયેલો
તારી ક્રૃરતાએ હડસેલ્યો
નથી ધરતીમાં રસ હવે
જાઉં છું હું શોધજે હવે

IMG_20180526_030832_DRO

Standard

20180523_185116

મારું નૃત્ય

Image

બાળપણ ની સખીઓ

 

આંબલી પિપળી રમતા અમે,
આમલી કાતરા ખાતા અમે,
તળાવે ધબુકા મારતા અમે,
એકબીજાનુ ઝુંટવતા અમે,
મારમ્ મારી કરતા અમે,
કાચી કેરીઓ ઝુડતા અમે,
ઝઘડા ટંટા કરતા અમે,
ગોટ અંગોઇ જતા અમે,
રંગે હોળી રમતા અમે,
સાથે નિશાળે જતા અમે,
થપ્પો લંગડી રમતા અમે,
લેશન સાથે કરતા અમે,
એકબીજા ના વ્હાલા અમે,
ભેરવાયા સંસારે હવે,

દોસ્તો..બહુ યાદ આવે હવે,

નયના, સંગીતા,દિપ્તિ, તૃપ્તિ,
દીના સીમા ઉર્મીલા ,સોનલ,
અર્ચના,મૌનિકા,સેફાલી અને
હવે આકાશે જઇ બેસી એવી રક્ષા
ચાલો એકવાર તો આવો,
બોર,ગોરસ આમલી,કાચી કેરી
ટીંબરવા,રાયણા ઝાપટવા,
લડાલડી ને કીટ્ટા બુચ્ચા કરવા,
મારા ઝાલોદ ના તળાવ ની પાળે
મંદિર,ડેરી ને જળે ભરવા,
ઘડા લઇ ને તરવા નહાવા,
આવો સખી ઓ એકવાર તો મળવા…😥😥😥😥
…… સંગીતા કોઠારી દેસાઇ…..

Standard

મારી વહાલી

20171208_142310.jpgદુનિયામાં સૌથી વધુ મારા હાસ્ય ને મહેકતુ રાખતી,
હર પળ હૃદય ના ખુણે બેસી ને મારા કરમ ધરમને જગાડતી,
પળેપળ સભાનપણે સંગાથી બની
મારા આતમને ઢંઢોળતી,
સદાય હૈયૈ વલવલતી , ન કોઈ આશા ,
ન કોઈ અપેક્ષા રાખતી ,
મારા આનંદ ને અને મારી ખુશીઓને
અનરાધાર જીવંત રાખતી,
મા છે કે જન્નત થી ઉતરી આવેલી
દયાની ,હેત ની મુરતી!

મા તુ એક પળ મારા તનમનથી ખસી નથી,હજારો માઇલ ભલે દુર આવી,
ચાર સમંદર પાર ભલે પણ નજરમાં
સતત છવાયેલી, તને વ્હાલ થી ભેટવા
મારું મનડું ઝંખે,તારા માથે હાથ ફેરવવા
દલડુ તડપે…
મા તને પ્રણામ😍

Standard

અંતિમ યાત્રા

“અંતિમ યાત્રા”

બુઠ્ઠી લાગણીઓ અને મરી પરવારેલી સંવેદનાઓ ને ધરબી દઇને જીવતા લોકોએ અપંગ હ્રદય અને કટાયેલા મન લઇ ને જીવવાનુ જે રીતે શીખી લીધુ છે એ જોતા હવે માણસ ને માણસ નહીં પાણો કહેવાનું વધુ યોગ્ય લેખાશે,મૃત્યુ જેવી સંવેદનશીલ ઘટના ને પણ રમત અને મજાક માં લઇ એનો મલાજો ગુમાવી દિધો છે.
નાનપણ માં ખુબ જ નજીકથી ,કુતુહલતાથી નનામી બાંધવાની ને બીજી બધી….મૃત્યુ ની વિધી ને જોઇ છે.
20 -25 જેટલી સ્ત્રીઓ ને છાતી કુટી ને લાલઘુમ કરતી અને મરશીયા ગાતી સાંભળી છે.આખુ કુટુંબ અને ગામ નો એક એક માણસ હાજર થઇ જાય,ફળીયુ ચિકકાર થઇ જાય,પછી બધી ભેગી થઇ તળાવે ડુબકીઓ મારી મારી સંતાપ ઓછો કરે.એ જ દિવસ થી આખુ કુટુંબ એ જ ઘર માં ભેગુ થઇ જાય.દુઃખી સ્વજનો ને હુંફ,દિલાસો,સધિયારો આપે,મનાવે,ખવડાવે પછી ધરે જાય.આજુબાજુ માં થી જમવાનું પણ આવી જાય( હવે તો એનો ય ઓર્ડર આપી ને મંગાવે છે)(રે કમભાગીયા).આખુ વરસ પડખે રહી ને
સાદગી ,સંયમ,સ્નેહ થી સધિયારો આપે.
મરણના પંદર દિવસ કથા વંચાય,બારમે ગાયને પુંછડે પાણી પૈસો દેવાય,દાન ધરમ થાય,છાર દેવાય.
વાર તહેવારે સગા ,પાડોશી ખાવા નું મુકતા રહે.આવું તો હજુ ઘણું થતું….
હવે આજની વાત…દેહ માં થી જીવ ગયો નથી કે કાઢો કાઢો કરી મુકે,સ્મશાન લઇ જવાના સમયે જ આવે.
અડધા કલાકમાં તો દેહ એમબ્યુલન્સ માં મુકાઇ જાય.
50 ની ગતિ એ સ્મશાને પહોંચી જાય,દેહ ને ચેહ આપી નથી કે ઓફીસ ,ધંધે વળગી જાય.ચિતા પાસે માત્ર આઠ દસ હાજર હોય.(ઉંચકવાની તો વાત જ ના આવે .ડાઘુઓ જે હવે મને લાગે છે ભાડે થી લાવવા પડશે)
એક દિવસ નો મંડપ બાંધી,ભજન મંડળી બેસાડી બેસણા ની વિધી પુરી કરી નંખાય,લોકો ટોળા બંધ આવે,અડધો કલાક બેસે,વાતો કરે ને ચાલતી પકડે,(લાગણીહિનતા)
મૃત્યુ ની ગરીમાને આજે સમાજે ભુલાવી દીધી છે.
આ છે આજ ની આપણી ‘અંતિમ યાત્રા’ ની કહાની..
હજુ આવી રહેલા દિવસો માં શું પરિસ્થિતી થશે ????
નો કોમેન્ટ…..

કેટલાક પરિવર્તન આવકાર્ય છે જ.
પણ ખેટલાક હજુ જરુરી છે.
અત્યારે તો મારી વાત “સંવેદનહિનતા “છે.

તમને કંઇ કહેવુ હોય કોમેન્ટમાં લખી શકો છો.

Standard