28 જુલાઇ 2017 સવારના 4 કલાકે..

પહેલા……………..👏હાથ જોડી ને

તળાવ ભર
હું ભરીશ માટલા
એટલુ કર

અને હવે…………….💅પગે પડી ને

ખમૈયા કર
જઇશ હું તણાઇ
આરામ કર

Advertisements
Standard

મધુબન ખુશ્બુ દેતા હે,સાગર સાવન દેતા હે.

IMG-20170705-WA0018કેટલાક લોકો પોતાની જાતને એટલા ચાલાક સમજતા હોય છે અને એમને એવુ લાગે કે ચાલો સામેવાળા ને સારુ લાગે તેવુ કહી દીધુ,પણ ખબર નહીં મને તો ગોડ ગીફટ છે , હું તો બહુ જલદી જાણી લઉ છુ કે એ આપણો છે કે બીજાનો.જાણતા હોવા છતા નજરઅંદાજ કરી લઉ છુ . ઘણા લોકો લુચ્ચા,બળેલા, ,ઇર્ષાળુ હોય છે જે પોતે એવુ માને છે કે આપણે મુરખ છીએ!!!
ના બોસ એ તો આપણે ય હસી લેવુ પડે કારણ કે એ બધે જાળ પાથરી ને બેસી ગયેલા હોય,તાકાત હોય કે ના હોય.અધુરા જ્ઞાન ને જયાં ત્યાં છલકાવતા ફરતા હોય .ઘણી વાર સારી ક્ષમતા ધરાવતા લોકો ને કપટથી દુર રાખતા હોય છે.પોતાને હાજી ,સરજી કહે તેવાઓ ને બગલમાં લઇ ને ફરતા રહે છે.
સ્માર્ટ છીએ એવી એક પરિસ્થીતિ ઉભી કરવામા સફળ થઇ જાય છે.
સાલસ સ્વભાવ ઘણી બધી વાર નડી જાય છે.સાચ્ચા હોવા છતા જવા દો ની ભાવના ને નબળાઇ માં ખપાવી દેવાય છે.એટલે જ વગર વાંકે પણ અપરાધી હોઇએ એવુ જતાવી જતા હોય છે.કેટલીય વાર સમસમી જવાય ને વિદ્રોહ કરવાનુ મન થઇ જાય પણ ના ,અંદર
ની સમજદારી બધુ દબાવી દે છે આ દબાણ બે રીતે બહાર આવે ,કાં તો સર્જન કાં તો વિનાશ.
સમજદારી હોય તો સર્જન થાય નહીં તો ગર્તા.
એકંદરે મન ને સમજાવી ને ધીરજથી વાળી લેવુ પડે તો જગત જીવવા જેવુ લાગે.નહીં તો પછી નરક ભોગવવાનુ.
હા આ વાતનો સાર એટલો જ કે જો સારા હોઇએ તો સરવાળે બધુ જ સારુ થાય.ઇશ્વર કે અજ્ઞાત બંન્ને ની કૃપા રહે.સારા ને સારુ મળી રહે,દેખાતુ કે ઢંકાયેલુ!!!
આપણે કેટલા બધા સમાજલક્ષી છીએ કે સારા ને સારુ કહેતા ડર લાગે છે , લોગ કયા કહેંગે?આપણી સારપ લોકો ના કારણે શા માટે દબાવી દેવી?સારા ને સારુ કહેવા જેટલી હિંમત હશે તો જીવન પણ સરળ બની રહેશે.
કોઇ ના વિચારો ને ફુટબોલની જેમ ફંગોળો નહીં,
બીજા પાછા મસાલો ભરી ને ત્રીજા ને લાત મારે,કેટલુ ખરાબ કૃત્ય!!!
જરા જેટલો પણ વિચાર નથી કરતા કે સામેવાળી વ્યક્તિ ને કેટલો ઘા માર્યો?કોઇ નું ભલુ ના થાય તો ઠીક પણ કોઇનુ ખરાબ તો ના કરો ભલા…
ઓહ ..આપણે બંદા બહુ નસીબદાર છીએ આ સાલસતા ,નિષ્કપટતા,જાને દો ની ભાવના ને કારણે પોતાના કહી શકાય,સાંત્વન મળી શકે તેવા સંબંધો ને સુંદર રુપ આપ્યુ છે.
મધુબન ખુશ્બુ દેતા હૈ…સાગર સાવન દેતા હૈ.

Standard